Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા ની માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટરમાં થયેલી ચોરીઓના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

0 612

ધાનેરા પોલીસે માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. દુકાન તોડી ચોરી કરનાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ધાનેરા માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરમાં આવેલી વૃંદાવન પ્રોવિઝન નામની દુકાનના આગળના ભાગનું શટર તોડી તેલના ડબ્બા, ચા પત્તીના પેકેટો, ચાંદીના સિક્કાઓ સહિતના મુદ્દામાલની ચોરી કરી કરનાર ઇસમોને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ધાનેરા ના પી આઈ શ્રી ડોડીયા સાહેબ ની સારી કામગીરી

31 હજારથી વધુની ચોરી થઈ હતી ધાનેરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોરી કરનાર ઈસમોને ચોરીના દુકાન મુદ્દામાલ તોડી સાથે ધાનેરા પોલીસે ઝડપી પાડયા છે. 22 ઓગસ્ટના રોજ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના કેશમાં તેલના ડબ્બા 12 તેમજ ચા પેકીટ 8, ચાંદીના સિક્કા 2 મળી કુલ 31 હજારથી વધુના મુદ્દામાલની ચોરીનો બનાવ 19 ઓગસ્ટના રાત્રીના બન્યો હતો. ધાનેરા પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી ડોડીયા સાહેબ , વિક્રમભાઈ, પટેલ ભીખાભાઈ, રવિન્દ્રભાઈ પોલીસ સ્ટાફ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે ચોરોની તપાસમાં હતા. તે દરમિયાન ધાનેરાથી રાજેસ્થાન જતા રોડ પર બાતમી હકીકતના આધારે કમાન્ડર જીપ ગાડીને લઈ બે ઈસમો આવતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડી રોકાવી ઈસમોની જડતી કરી હતી. તેમની પાસે રહેલા તેલના ડબ્બા બાબતે પોલીસે કડકાઈથી પૂછતાં ગાડી ચાલાક કિરણભાઈ વજીર, બીજો ઈસમ દિલીપભાઈ ઠાકોર, મેઘરાજભાઈ જોગી, આકાશ ભીલ, પીન્ટુભાઇ, કહેરાભાઈ રબારી ધાનેરા વાળા સાથે મળી ધાનેરા માર્કિટયાર્ડ શોપિંગ સેન્ટરમાં આવેલ વૃંદાવન પ્રોવિઝન નામની દુકાન આગળના ભાગેથી શટરનું લોક તોડી ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ ધાનેરા પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે લઇ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.