Publisher Theme
I’m a gamer, always have been.

ચિત્રાવડ ગામ માં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ સી.સી. રોડમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર

0 21

જામકંડોણા તાલુકાના ચિત્રાવડ ગામમાં ગ્રામપંચાયતના અનુસૂચિત જાતિના વિસ્તારમાં પંચાયત દ્વારા કોન્ટ્રકટર સાથે મળીને બનાવામાં આવેલ સી . સી રોડ બે મહિના પહેલાજ પૂર્ણ થયેલ છે પણ હાલ પંચાયત દ્વારા બનાવામાં આવેલ આ રોડની હાલત ખુબ જ કથળેલી છે . ત્યારે હાલ તે વિસ્તારમાં રહેતા રહીસોને આ રોડ મારફતે ચાલવામાં અને કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ટેલીફોનીક રજૂઆત કરેલ હોય તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી .

આ રોડમાં વાપરતા મટીરીયલ અને હલકી ગુણવત્તા વાળા માલ – સમાનથી રોડની હાલત ખુબ જ કથળી છે આ સી . સી . રોડ માત્ર બે મહિના પૂર્વે જ બનાવામાં આવેલ છે આ કામમાં વાપરતા માલ – સામાન અને કામગીરી બાબતે ચિત્રાવડ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ ચકાસણી કે રોડ બનતી વખતે વીજીટ કરવામાં આવેલ નથી ત્યાર બાદ કામ પૂર્ણ થયે ચિત્રાવડ ગ્રામ પંચાયતના અધિકારીઓ દ્વારા કોનટ્રાકટર પાસે માલા ફાઇડ ઇન્ડેક્ષ થી ભ્રષ્ટાચાર આચરેલા છે . ચિત્રાવડ ગ્રામપંચાયત દ્વારા સી . સી . રોડની ચકાસણી કે વિજીટ કર્યા વગર કોન્ટ્રાક્ટરને કામની રકમ ચુકવી દેવામાં આવી છે જેની આપની કક્ષાએ થી નોધ લેવા વિનંતી.ઉપરોક્ત વિગતો તેમજ અમારા દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવાની ચકાસણી કરી તાલુકા કક્ષાએથી આપના વિશ્વાસ આ કામના અધિકારી મારફતે સમગ્ર પ્રકરણની જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો જ ચિત્રવાડ ગ્રામપંચાયતમાં ચાલતી લાલિયાવાડી અને મોટા પાયે ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવવા પામશે એવું અમોને ચોકકસ વિશ્વાસ છે ત્યારે આપની કક્ષાએથી ખાનગી રાહે અને અતિ ગુપ્ત રીતે આની તપાસ કરવામાં આવે અને પુરાવા એકઠા થાય ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને આ કામના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એવી અમોને આપના તરફથી પૂર્ણ વિશ્વાસ છે અને ચિત્રાવડ ગ્રામપંચાયતમાં આવેલા અનુસૂચિત જાતિના વિસ્તારમાં આવેલા આ રોડનુ કામ ફરી સુનિયોજિત થાય તેવી આપની કક્ષાએ અમોની માંગ

Leave A Reply

Your email address will not be published.