વ્યારાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ની અનોખી પહેલ…ધોરણ 10મા A1 અને A2 ગ્રેડ મેળવનારને ધોરણ 11 સાયન્સ એડમિશન મા શિષ્યવૃત્તિની જાહેરાત
તાજેતરમા જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામ બાદ વ્યારાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલે એક અનોખી પહેલ કરીને હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે સાથે અન્ય વિદ્યાર્થીઓ ને પ્રેરણા પણ મળી રહે અને વધુ મહેનત કરી સારુ પરિણામ મેળવે તે હેતુથી શાળાના મેનેજિંગ ડિરેક્ટર અને આચાર્યશ્રીએ એવી જાહેરાત કરી છે કે ધોરણ 10 મા જે કોઇ પણ વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ મેળવ્યો હશે તેમને 100% શિષ્યવૃતિ જ્યારે A2 ગ્રેડ મેળવનારને 25% શિષ્યવૃતિ ધોરણ 11 સાયન્સમા એડમિશન લેવા પર આપવામા આવશે .આ જાહેરાત થી તાપી જિલ્લામા રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણો મોટો આર્થિક ફાયદો થશે સાથે જ જય અંબે જેવી ઉચ્ચ સ્તરનુ શિક્ષણ આપતી અને ઉત્ક્રુષ્ઠ પરિણામ લાવી આપતી શાળામા ધોરણ 11 -12 સાયન્સમા અભ્યાસ કરવાનો લાભ પણ મળશે .અત્યારના સમયમા ફી મા આટલી મોટી રાહત આપનારી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનારી સંસ્થાઓ ઘણી ઓછી જોવા મળે છે ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓને તેજસ્વી શિક્ષણ નુ યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને વધુ સારુ પરિણામ મેળવી શકે તે હેતુથી શરુ કરાયેલ જય અંબે સ્કૂલ ની આ યોજના ખરેખર તાપી જિલ્લા માટે સરાહનીય યોજના ઘણી શકાય .જે કોઇ વિદ્યાર્થીઓ એ A1 અને A2 ગ્રેડ મેળવ્યો હોય અને ધોરણ 11 સાયન્સમા એડમિશન લેવા માંગતા હોય તે શાળાના કાર્યાલયનો સંપર્ક કરી શિષ્યવૃતિ અંગેની વધુ માહિતી મેળવી એડમિશન કરાવી શકે છે એવુ શાળાના આચાર્યશ્રીએ જણાવ્યુ હતુ.