Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાઓ

0 20

આજ રોજ પાલીતાણા તાલુકાના આદપુર ગામે સિદ્ધવડ પ્રા. શાળામાં વિધાર્થી અને વાલી માર્ગદર્શન માટે શૈક્ષણિક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.સરપંચ રાઘવભાઈ ગોહિલે આવેલ તમામ લોકોનું શાબ્દીક સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું.સમગ્ર કાર્યકર્મનું સંચાલન આચાર્ય નિમેષભાઈ સિદ્ધપુરા સાહેબે કર્યું..આ શૈક્ષણિક સેમિનારમાં મહેશભાઈ ચુડાસમા પાલીતાણા ,પારસભાઈ ચૌહાણ,સંજયભાઈ મકવાણા તેમજ ગામના જ શિક્ષકગણ હિતેશભાઈ,મુકેશભાઈ,પ્રકાશભાઈ,અશોકભાઈ વગેરે શિક્ષકગણે માર્ગદર્શન આપ્યું.ખાસ કરીને પારસભાઈ ચૌહાણ સાહેબે ધોરણ 10 અને 12 પસી ક્યાં ક્યાં શૈક્ષણિક અભ્યાસ કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું.મહેશભાઈ ચુડાસમા સાહેબે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે તેમજ સંજયભાઈ મકવાણા સાહેબે મોટિવેશન માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.આ સેમિનારમાં ગામના સરપંચશ્રી રાઘવભાઈ ગોહિલ,ઉપ.સરપંચશ્રી દીપકભાઈ ડાભી,તાલુકા પંચાયત સભ્યશ્રી સંજયભાઈ ડાભી,માજી.ઉપ.સરપંચશ્રી કેશવભાઈ મકવાણા તેમજ ગામના વડીલો ,આગેવાનોની વિશેષ હાજરી રહી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવાર અને ગ્રામ પંચાયત મારફત કરવામાં આવ્યુ.ગામ લોકોએ અને આવેલા માર્ગદર્શક શિક્ષકગણે આચાર્ય શ્રી અને સરપંચશ્રી ના આ આયોજનને સરાહનીય આવકાર્યું.સેમિનારમાં આવેલા તમામ લોકોનું શાળા આચાર્ય નિમેશભાઈ અને હિતેશભાઈ રાઠોડ મારફત આભાર વિધિ કરવામાં આવી.

Leave A Reply

Your email address will not be published.