ધાનેરા તાલુકાના વાછડાલ ગામે યુવતીએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડા વડે ગળે ટુંપો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર જવા પામી હતી. પોલીસે આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાછડાલ ગામના નીલાભાઈ મસરાજી સોલંકી ની દીકરી શિલ્પાબેન સોમવારે રાત્રિના સમયમાં ખેતરમાં ઘરના આંગણામાં બહાર સૂતા હતા.
ત્યારે વહેલી સવારે નીલાભાઈ તેમજ તેમની પત્ની પશુ દોહવા માટે જાગેલા દરમિયાન પોતાની દીકરી શિલ્પાને ઉતારવા જતા ખાટલા માં જણાવેલ નહીં તેની આસપાસ તપાસ કરતા પોતાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરો બાંધેલ હાલતમાં મળતા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી યુવતીની લાશને નીચે ઉતારી પાંથાવાડા ખાતે રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાઇ હતી.