Publisher Theme
I’m a gamer, always have been.

મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં વિરાટ વ્યસમુક્તિ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું.

0 170

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અખિલ ભારતીય વિરાટ વ્યસન મુક્તિ અભિયાન 2022 ના ઉપક્રમે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા માં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વ્યસનમુક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યસન મુક્તિ પ્રદર્શનનું ઉદઘાટન મોડાસા કોર્ટના જજ શ્રી રાજેન્દ્રભાઈ બારોટ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંત શ્રી નિર્મલ ચરણ સ્વામી એ ઠાકોરજી ને તિલક કરી સાહેબ શ્રી ને પ્રદર્શન ખુલ્લુ મુકવા અનુરોધ કર્યો હતો.

પ્રદર્શનની શરૂઆતમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો , પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ નો, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી નો, બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો, બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજ નો, બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ નો, પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજ નો ટૂંકો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રદર્શન વિડિયોના માધ્યમથી સંસ્થાનો પરિચય અને બાળ પ્રવૃત્તિ પરિચય ની માહીતી આપવામા આવી હતી. ત્યારબાદ વ્યસનમુકિતપ્રદર્શન ખંડ માં ગોઠવેલ બેનરમાં આપેલ માહીતી જેવીકે વ્યસન કરવાથી શરીર ને થતું નુકશાન ની વાત કરવામાં આવી. વ્યસન કરતા કેટલાય વ્યકિતઓનો પરીવાર છિન્ન ભિન્ન થઈ ગયો. વ્યસનથી કેટલીયે સ્ત્રીઓનું સિંદૂર ભૂસાઈ ગયું વગેરે બાબતો બાળકો દ્વારા સમજાવવામાં આવી હતી. ત્યારબાદ રૂક જાઓ અભી દેર નહી હુઇ નામનો એક ટુંકો વિડિયો પ્રદર્શિત કરી અને વ્યસન કરતા અટકાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અંતમાં નાના બાળકો દ્વારા પ્રદર્શન જોનાર ને વ્યસનમુક્ત રહેવા અને વ્યસન કરતા વ્યક્તિને વ્યસન છોડાવવા માટે સંકલ્પ જળ આપી હું જીવન પર્યન્ત વ્યસન નહી કરૂ અને બીજાને પણ વ્યસન નહી કરવાની પ્રેરણા આપીશ એવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રદર્શન 21/5 થી 29/5 સુધી સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.