નેનાવા ચેક પોસ્ટ પરથી રોજ ની 200 ટ્રકો રેતી ભરીને જાય છે
બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ની રહેમ નજર હેઠળ રાજસ્થાન માં મોટા પાયે બનાસ નદી ની રેતી રાજસ્થાન માં વગર પાસ પરમીટે જઈ રહી છે જેથી લોકો એ પ્રાંત અધિકારી ને વાત કરતાં ધાનેરા અધિકારી એ બે દિવસ માં પાંચ ડમ્પરો પકડ્યા છે.
ધાનેરા પ્રાંત અધિકારી એફ. એ. બાબીએ બે દિવસ આવા રાજસ્થાન જતાં અને રોયલ્ટી વગર ના પાંચ ડમ્પરો પકડી લેવામાં આવતા ડમ્પર ચાલકો મા ફફડાટ જોવા મળી રહ્યો છે બનાસ નદી ની રેતી જે સોના જેવી છે તે રેતી નું ખનન થઈ રહ્યું છે તેમ છતાં આ ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા લોકો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.
આ બાબતે ગાંધીનગર પણ રજૂઆત કરતા પણ કોઈ કાર્યવાહિ થઇ નથી કમલેશભાઈ પટેલે જણાવેલ કે આ તો મોટું ખનન કોભાંડ છે. આ રોયલ્ટી વગર ગાડી ભરાવનાર કોરી માલીકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ જેથી ત્યાથીજ વગર રોયલ્ટી ની કામગીરી અટકે.
પ્રાંત અધિકારી એફ એ બાબી એ જણાવ્યું હતું કે મંગળવારે પણ બે ડમ્પર ઝડપી પાડેલ છે અને તેમની પાસે પણ રોયલ્ટી પાસ નથી અને ઓવરલોડ ગાડી પણ ભરેલ હોવાથી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આગળ પણ આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે અમારી ટીમ તૈયાર રહેશે