Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા આયોજિત જળ આંદોલન નિમિત્તે વિશાળ રેલી યોજાઇ

0 36

પાલનપુર તાલુકાના ગામે આવેલ ખાલી તળાવ ને પાણી થી ભરવા માટે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા વિશાળ સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું .. આજરોજ તારીખ 13 એપ્રિલના દિવસે મલાણા ગામ અને તેની આજુબાજુના ગામના તમામ કિસાનો તેમજ ચારથી પાંચ હજાર જેટલી મહિલાઓ દ્વારા બિહારી બાગ થી કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી

ત્યારબાદ આ રેલી કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવશે…ઉલ્લેખનીય છે કે મલાણા અને આજુબાજુના ગામડાઓમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની તીવ્ર અછત સર્જાય છે આવા સમયે દરેક પશુપાલકને ખૂબ જ તકલીફ પડતી હોવાથી મહિલાઓ આજે વહેલી સવારથી જ બિહારી બાગથી રેલીમાં જોડાઈ હતી.. વિવિધ પોસ્ટર અને બેનર સાથે શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાઇ હતી લગભગ આશરે બે કિલોમીટર જેટલી લાંબી લાઈન મહિલાઓની જોવા મળી હતી..

Leave A Reply

Your email address will not be published.