Publisher Theme
I’m a gamer, always have been.

અમીરગઢ ના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પર ભૂ-માફિયા દ્વારા ગેર કાયદે માટીનું ખનન

0 14

જેથી ગામમાં ભૂ-માફિયાઓ ગૌચર ચરી ગયા …

ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી થાય તેવી ગ્રામ જનોની ઉગ્ર માંગ…

અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ગૌચર ની જમીન પર ભૂ-માફિયાઓ દ્વારા JCB તથા ટ્રેકટર થી માટીનું ખોદકામ કરી ખુલ્લે આમ લાખોની ચોરી કરવામાં આવી રહી છે જેથી ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન પર ગેર કાયદે ભૂ-માફિયા દ્વારા માટીનું ખનન કરી પોતાનો રોપ જમાવી રહ્યા છે

છેલ્લા કેટલાય મહિનાથી ભૂ-માફિયાઓ ગેરકાયદેસર માટી નું ખનન કરી રહ્યા છે ભૂ-માફિયાઓને નથી કોઈ અધિકારીઓનો ડર ખુલ્લેઆમ સરકાર ના ખજાનાને મરજી મુજબ ખોદકામ કરી ભૂ-માફિયાઓ પોતાનો બિઝનેસ ઉભો કર્યો છે અને દિવસે-દિવસે ગૌચર ની જમીન માં ઘટાડો થઈ રહ્યો છે ભૂ-માફિયાઓ માટીનું ખનન સાથે પોતાનો રોપ જમાવી દબાણો કરી રહ્યા છે એકતરફ જોઈએ તો ભૂ-માફિયાનો ગૌચર ચરી ગયા ગયા છે ભૂ-માફિયાઓથી જેથી ગામના લોકો ચિંતિત છે જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂ-માફિયાઓ સામે કડક માં કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી ગ્રામ જનોની ઉગ્ર માંગ છે.

Leave A Reply

Your email address will not be published.