Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં એક ખાનગી ટ્રાવેલ્સમાં અગમ્ય કારણોસર આગ લાગી

0 16

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ગારીયાધાર થી પાલીતાણા જતા માર્ગ પર પેટ્રોલ પમ્પ ની બાજુમાં અગમ્ય કારણોસર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગી

આગ વિકરાળ રૂપ ધારણ કરતાં આજુબાજુમાં ધુમાડા ના ગોટેગોટા ઉડી રહ્યા

.આગની ઘટનાની જાણ થતાં ગારીયાધાર મામલતદાર સ્ટાફ તેમજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

આગ ભયંકર સ્વરૂપ ધારણ કરતાં આગની આજુબાજુના ઝાડ તેમજ જીવતા વીજળીના તાર પણ સળગી ગયા

જો કે પીજીવીસેલ દ્વારા પાવર કાપી નાખતા મોટી જાનહાની થતાં બચી

આગ લાગવાની ઘટનાની જાણ ગારીયાધાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે

પરંતુ આગની ઘટનાની ફાયર ફાઈટરને જાણ થવા છતાં અડધી કલાક સુધી ગારીયાધાર નગરપાલિકા ના ફાયર ફાયટર ઘટના સ્થળ પર મોડી પહોંચ્યા

જો કે અડધી કલાક બાદ આવીને ફાયર ફાઈટરે ઘટના સ્થળ પર આગ કાબુમાં લીધી હતી .

જેમાં સારી વાત એ રહી કે આ આગમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી .

ત્યારે ગારીયાધાર નગરપાલિકા ની ફાયર ફાઇટર નો સ્ટાફ સ્થળ પર મોડા પહોંચતા નગરપાલિકા ની ઘોર બેદરકારી સામે જોવા મળી આવી હતી

Leave A Reply

Your email address will not be published.