Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની હાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે

0 33

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં હાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા કક્ષાએથી એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીશ્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ હાજર મળશે તે જણાવવામાં આવેલ છે.
આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રીશ્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે જાણ કરી શકાશે. તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને આવી મળેલ ફરિયાદોની વિગત દર માસની ૫ મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવા જણાવાયું છે. આના કારણે તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે લોકોને તાલુકામાં કે જિલ્લામાં ફરીયાદ કરવાની જરૂરીયાત નહી રહે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.