Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર શહેરની વિવિધ સ્કૂલોમાં મિશન ચાઇલ્ડ સેફ્ટી કાર્યક્રમ કરતી ભાવનગર શહેર પોલીસ ટીમ

0 28

ભાવનગર શહેર પોલીસ ટીમ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા .પો.અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ભાવનગર શહેરની વિવિધ સ્કુલોમા મિશન ચાઇલ્ડ સેફ્ટી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

ભાવનગર ડિવિઝનના મદદનીશ પો.અધિક્ષક શ્રી સફિન હસન , પ્રો . IPS શ્રી જીતેન્દ્ર અગ્રવાલ , ભાવનગર સાયબર સેલના પો.ઇન્સ . શ્રી આઇરાવ , ટ્રાફીક પો.ઇન્સ . શ્રી પી.ડી.પરમાર , નિલમબાગ પો.સ્ટે પી.આઇ શ્રી જે.આર.ભાચકન , ગંગાજળીયા પો.સ્ટે . પો.ઇન્સ . શ્રી ડી.ડી.ઝાલા , બોરતળાવ પો.સ્ટે . ના I / C પો.ઇન્સ . શ્રી એસ વાય.ઝાલા તથા ભાવનગર શહેરના તમામ પો.સ્ટે. નાઓ દ્વારા ભાવનગર શહેરની સરદાર પટેલ સ્કુલ , દક્ષિણામૂર્તિ સ્કુલ , સાંદિપની સ્કુલ તથા મુક્તાલક્ષ્મી સ્કુલમા જઈ બાળકો તથા મહીલા અંગે જાગૃતતા ફેલાવવા બેનરો લગાડી બાળકો સાથે સંવાદ કરી મિશન ચાઇલ્ડ સેફ્ટી , સાયબર ક્રાઇમ અવેરનેસ , ટ્રાફીક અવેરનેસ , શી – ટીમની કામગીરી તથા NDPS નાં કાયદા વિગેરે બાબતે કાર્યક્રમ યોજી શહેરની વિવિધ સ્કુલોનાં આશરે 2200 જેટલા વિધ્યાર્થી મિત્રોને માહીતી તેમજ માર્ગદર્શન પૂરૂ પાડવામા આવેલ હતુ

તેમજ વિદ્યાર્થીઓને આ અંગે પ્રશ્નોત્તરી કરી બાળકોના પ્રશ્નો નું નિરાકરણ કરી બાળકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો

Leave A Reply

Your email address will not be published.