Publisher Theme
I’m a gamer, always have been.

યાત્રાધામ અંબાજી ના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ યોજાયો

0 95

51 શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે ગબ્બર ગોખ તથા 51 શક્તિપીઠ મંદિરોમાં વિશિષ્ટ યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત માતાજીની પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી

પાલખી યાત્રા ને પ્રસ્થાન કરાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ શ્રી વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા તેમને માતાજી ને પુષ્પો અર્પણ કરીને પાલકી યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી
આ આઠમા પાટોત્સવની ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અંબાજી આનંદ ગરબા પરીવાર ,ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના ગ્રામજનો સહિત યાત્રાળુઓ પણ જોડાયા હતા
તમામ મંદિરો ને ફૂલો થી શણગારવામાં આવ્યા હતા ઢોલ નગારા અને શરણાઈ ના તાલે માતાજીના ભકતો ઝુમી ઉઠયા હતા અને જય જય અંબે બોલ માડી અંબે ના નાદ સાથે આનંદ ગરબા ના પાઠ થી ગબ્બર ગોખ અને 51 શક્તિપીઠ ના મંદિર પરિક્રમા નો પથ ગુંજી ઉઠ્યો હતો


51 શક્તિપીઠના દરેક મંદિર ઉપર વિધિ વિધાન મુજબ ધજાઆરોહણ સાથે આઠમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે માતાજીના તમામ 51શક્તિપીઠોના દર્શન એક સાથે એક જ જગ્યાએ થાય એ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેકટ હતો જે અહીં સાકાર થયું છે અને અહીં માતાજીના તમામ 51શક્તિપીઠોના દર્શન એક જગ્યાએ એક સાથે કરવાનો લાભ ભક્તોને મળે છે

Leave A Reply

Your email address will not be published.