ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માંની સામલી પ્રાથમિક શાળામાં પાયાની સાક્ષરતા અને ગણનકાર્ય (FLN ) સંબંધિત યોગ્ય અને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તેના માર્ગદર્શન માટે ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડીનેટર કૌશિક પટેલના આયોજન અને માર્ગદર્શન હેઠળ વાલી બેઠક યોજવામાં આવી હતી

ભારત સરકારના નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 3 સુધી દરેક બાળક વાંચન લેખન અને ગણન કૌશલ્ય સિદ્ધહસ્ત કરે તે દિશામાં નિર્દેશ કરવામાં આવેલો છે અને તેને અનુરૂપ વર્તમાન સમયમાં શાળા કક્ષાએ અમલવારી ચાલી રહી છે હાલમાં ધોરણ 2 થી 8 સુધીમાં, આ સિદ્ધિ ન મેળવેલા બાળકો એટલે કે મહાવરાની જરૂરિયાત ધરાવતા બાળકોને અલગ તારવી તેમના માટે શાળાઓમાં યોગ્ય આયોજનપૂર્વકનુ ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવેલ છે આ સંદર્ભે શાળાકાર્યને વાલીઓનો પૂરતો સહયોગ મળે, વાલીઓ FLN ના હેતુઓથી પરિચિત થાય તેમજ વિદ્યાર્થીઓને ઘરે સ્વ અધ્યયન કરવા પ્રેરિત કરે, અને નિશ્ચિત કરેલા લક્ષ્યાંકો સમયમર્યાદામાં મેળવી શકાય તે માટે ક્લસ્ટરના સી.આર.સી.કો-ઓર્ડીનેટર કૌશિક પટેલે વાલી સંમેલનમાં વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું આ તબક્કે શાળાના આચાર્ય ભાવિક મહાજને પોતાની શાળાનો શૈક્ષણિક ચિતાર રજુ કરી આ અંગે આયોજનની માહિતી આપી હતી
મિટિંગમાં જોડાયેલા વૈશાલીબેન ચૌહાણ સ્પેશ્યલ એજ્યુકેટર (આઈ ડી ) એ વિકલાંગતાના જુદા જુદા 25 પ્રકારો અને તેની સાથે જોડાયેલી સરકારી શૈક્ષણિક અને આર્થિક સહાય યોજનાઓ તેમજ મફત શસ્ત્રક્રિયાઓ વિશે માહિતી આપી હતી શાળા બહારના બાળકો માટે અજમલભાઈ પટેલ સ્પેશ્યલ એજ્યુકેટર( ALS ) એ સરકારશ્રીની migration યોજના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામો તેમજ જેમનો ધોરણ 10 અને 12 સુધીનો અભ્યાસ પૂરો નથી થઈ શકતો તેવા બાળકો માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ open school દ્વારા અભ્યાસ પૂરો કરવા સંબંધિત વિસ્તૃત જાણકારી આપી હતી ગામની મુક્તજીવન સ્વામીબાપા હાઈસ્કૂલમાંથી પ્રતિનિધિ રૂપે ઉપસ્થિત ગીતાબેન ચૌધરીએ વિષયને અનુરૂપ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું