Publisher Theme
I’m a gamer, always have been.

થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી દાદા ના સ્થાને 52 મો સંગીત મય સુંદરકાંડ યોજાયો

0 18

થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી દાદા ના સ્થાને 52 મો સંગીત મય સુંદરકાંડ યોજાયો થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તારનો એકમાત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાનક આવેલ છે ત્યાંના પૂજારી મહંત સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગત કલ્યાણ હેતુ સવા વર્ષ સુધી દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જેના અનુસંધાને આજે 52 માં સંગીતમય સુંદરકાંડ કથાકાર કેતન દાસજી રણછોડદાસજી રામાનંદી સંત શ્રી બાપા સીતારામ સેવા આશ્રમ જાદલા ના સૂમધુર સ્વરમાં ગોસ્વામી રમેશ પુરી વાલપુરી મુકામ ભોરડું મહાવીર બેટરી થરાદ ના સૌજન્યથી યોજાયો આ પ્રસંગે સંત શ્રી સીતા બાઈ સાંકડવાળા ,ગૌવ્રતી સેવા સંકલન ગુજરાત પ્રદેશ પ્રમુખ રામભાઈ રાજપુત ભોરોલ વાળા ,નરપતસિંહજી રાવ,ખોડાભાઈ રાજપૂત તથા અન્ય ગણમાન્ય લોકો એ હાજરી આપેલ આ પ્રસંગે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આગામી 53 મો સંગીતમય સુંદરકાંડ સોની ગણપતલાલ હંજારીમલ સણવાલ વાળા તથા માળી નવીનભાઈ સામતા જી વાવ વાળા ના સૌજન્ય થી માનસ કથા કાર નરસિંહ દાસ માધુ રામજી રામાનંદી વળાદર વાળાના સુ મધુર સ્વરમાં યોજાશે અગિયાર મુખી દાદા ના સ્થાને દાદાને મૂર્તિ નિર્માણ માટે પાયાનું કામ કાજ પૂરજોશમાં ચાલુ છે દાદાના દર્શન માટે દૂરથી ભક્તજનો પધારી રહ્યા છે દાદાના પરચાઓની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે

Leave A Reply

Your email address will not be published.