Publisher Theme
I’m a gamer, always have been.

જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે કોરોના વોરિયર્સ સી એચ ઓ તુષાર પરમારનું સન્માન

0 29

ગોધરા તાલુકાના નાની કાંટડીના પોસ્ટ કમ્યૂનિટી હેલ્થ ઑફીસર (સી એચ ઓ) શ્રી તુષારકુમાર રમણભાઈ પરમારનું તાજેતરમાં બહુમાન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સરકારશ્રીની આપ કે દ્વાર આયુષ્યમાન (PMJAY-MA કાર્ડ) અને મેઘા હેલ્થ કેમ્પ યોજાઈ ગયો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેહલોલ તાબાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નાની કાંટડીના પોસ્ટ કમ્યૂનિટી હેલ્થ ઑફીસર (સી એચ ઓ) શ્રી તુષારકુમાર રમણભાઈ પરમારનું પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત કોરોના મહામારીમાં કરેલ કોરોના વોરિયર્સ તરીકેની શ્રેષ્ઠ અને અદ્વિતીય કામગીરી કરવા બદલ બિરદાવતા ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ મંત્રી શ્રીમતી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગોધરાના પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ પી જી ચૌહાણના વરદ હસ્તે બહુમાન કરી તેમની કોવિડ માટે કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર,ગોધરાના ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખશ્રી કામિનીબેન સોલંકી, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંચમહાલ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.