Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા તાલુકાના દામા ગામે jio કંપનીના મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ માઇક્રોવેવ ડ્રમ (એન્ટીના) કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- વાળુ શોધી કાઢી ચોરી કરનાર ત્રણ ઈસમોને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડીસા રૂરલ પોલીસ

0 59

ડીસા તાલુકાના દામા ગામે jio કંપનીના મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ માઇક્રોવેવ ડ્રમ (એન્ટીના) કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- વાળુ શોધી કાઢી ચોરી કરનાર ત્રણ ઈસમોને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડીસા રૂરલ પોલીસ.સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ વધુમાં વધુ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા સાહેબ નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
ગત તા.૧૭/૧૦/૨૦૨૧ ના રોજ ડીસા તાલુકાના દામા ગામે jio કંપનીના મોબાઈલ ટાવર પરથી માઇક્રોવેવ એન્ટીના કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- વાળુ ચોરી થયેલ તે સબબ ચોરીનો વણશોધાયેલ ગુનો દાખલ થયેલ હોય જે ગુનો શોધી કાઢવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ચોરી કરનાર ત્રણ આરોપીઓના સંકજામાંથી (૧) માઇક્રોવેવ એન્ટીના કિં.રૂ. ૨,૫૦,૦૦૦/-, પીકઅપ ડાલા નંબર GJ08V1525, કિં.રૂા. ૨,૦૦,૦૦૦/-, (૩) ચોરીમાં ઉપયોગમાં લિધેલ સાધનો રસ્સો, પાના, સેફટી બેલ્ટ વિગેરે કિં. રૂ. ૧૦૦૦/- એમ કુલ કિં. રૂ. ૪,૫૧,૦૦૦/- નો કબ્જે કરી ચોરીનો વણ શોધાયેલા ગુનો શોધી કાઢી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) અલ્પેશજી ઉદાજી થરેચા (ઠાકોર), રહે. ચેખલા, તા. કાંકરેજ.
(૨) ભરતજી સદાજી ખાખલેજા (ઠાકોર), રહે. આકોલી, તા. કાંકરેજ.
(૩) અનારજી ઉર્ફે અનિલ ચેનાજી ખાખલેજા (ઠાકોર), રહે. આકોલી, તા. કાંકરેજ.
આ કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી સાહેબ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ રાયમલભાઇ, રાજેશકુમાર શંકરલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઇ કાશીરામભાઇ, વિજયસિંંહ સોમસિંહ, મધુસુદનસિંહ અનોપસિંહ વિગેરે નાઓ રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.