સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે
“જીરૂની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ”
વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી “નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ” યોજના અંતર્ગત “જીરૂની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમનું આયોજન તા.૧૬/૧૦/૨૦૨૧ ના રોજ યુ-ટયુબના માધ્યમથી કરવામાં આવ્યુ. તેમાં કુલ મળી ૭૫ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. તાલીમની શરૂઆતમાં શ્રી તેજસ લિમ્બાચીયા, એસ.આર.એફ., વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ સૌને આવકારી જણાવેલ કે, દેશમા વવાતા જીરૂના કુલ વાવેતરના ૬૫ ટકાથી વધારે વાવેતર ફક્ત ગુજરાતમાં થાય છે. જીરૂના પાકને પાણી તથા ખાતરની ઓછી જરૂરિયાત, ટુંકા સમયમાં પાકતો અને ઉંચી વેચાણ કિંમત હોવાથી સુકા અને અર્ધસુકા વિસ્તારનો અગત્યનો રોકડિયો પાક છે. વધુમાં હાલમાં બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોએ એફ.પી.ઓ. બનાવેલ છે. જેના થકી જીરૂ પાકનો ઉંચા બજાર ભાવ મેળવે છે. ત્યારબાદ તાલીમમાં ર્ડા.એન.આર.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સદાંકૃયુ, જગુદણે અત્યારે જીરૂના પાકની વાવણીનો સમય હોવાથી વાવણીથી કાપણી સુધીની તમામ સુધારેલ ખેતીકાર્યોની વિશદ છણાવટ કરવામાં આવી. જેમકે, પાકની વાવણી, બીજ માવજત, વાવણી પધ્ધતિ (ખાસ એક હાર પધ્ધતિ), નિંદામણ, રોગ, જીવાત અને કાપણીની ખેતીકાર્યોમાં રાખવાની થતી વિશેષ કાળજી બાબતે ચર્ચા કરવામાં આવી અને તેમજ તે સાથે ખેડૂત ભાઇઓએ પુછેલા પ્રશ્નોના પણ વિસ્તારથી જવાબ આપવામાં આવેલ.
તાલીમના અંતમાં શ્રી તેજસ લિમ્બાચીયા, એસ.આર.એફ., વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ સૌનો આભાર માની તાલીમ પુર્ણ જાહેર કરેલ. તાલીમનું સફળ આયોજન શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને યોજનામાં કામગીરી કરતા એસ.આર.એફ. શ્રી હાર્દિક ડોડીયા દ્વારા કરવામાં આવ્યું.