Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરના રામલીલા મેદાનમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

0 7
  • મેઘનાથ,કુંભકર્ણ અને 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાઓનું દહન કરવામા આવ્યું

પાલનપુરના રામલીલા મેદાનમાં આજે વિજયાદશમી નિમિતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

રામલીલા મેદાનમાં ઉભા કરવામા આવેલા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓના આતશબાજી સાથે દહન કરવામા આવતા લોકો આનંદવિભોર બન્યા હતા.

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે પાલનપુર શહેર શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે મોડી સાંજે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી.

જ્યાં ભારે આતશબાજી વચ્ચે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા લક્ષ્મણ ટેકરી ખાતેથી બપોરે નિકળી હતી. જે શહેરના દિલ્હીગેટ, સિમલાગેટ, કિર્તીસ્તંભ રોડ, અંબાજી મંદિર સંજય ચોક, ગઠામણ દરવાજા, ગુરુનાનક ચોકના સહિત ના શહેરના જુદા જુદા માર્ગો પરથી પસાર થઇ મોડી સાંજે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી.

શોભાયાત્રામાં રામ,લક્ષ્મણ, હનુમાનજીની વેશભૂષાધારી પાત્રો, ચાર અશ્વ, શણગારેલો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નગરજનો દ્વારા શોભાયાત્રાનું માર્ગમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં શહેરના ના લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા.

Leave A Reply

Your email address will not be published.