Publisher Theme
I’m a gamer, always have been.

સાણંદ – વિરમગામ હાઈવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત

0 9

સાણંદ વિરમગામ હાઇવે પર અકસ્માતનો સીલસીલો ચાલુ છે ત્યારે ખેતીયા નાગદેવ મંદિર નજીક એસટી બસની અડફેટે 63 વર્ષીય વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

અકસ્માતનો ભોગ બનનાર મહિલા પાણી ભરવા માટે જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતા અમદાવાદ તરફથી પૂર ઝડપે આવી રહેલી રહેલી એસટી બસની ટકકરે મોત નીપજ્યું હતું અને બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો

મૃતક મહિલા મેનાબેન ઠાકોર સાણંદના વિરોચનનગર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઘણા સમયથી વિરોચનનગર સીમમાં પોતાના પરિવાર સાથે ખેત મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ટ્રાફિક નિયંત્રણ કરીને મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી

Leave A Reply

Your email address will not be published.