Publisher Theme
I’m a gamer, always have been.

સાવરકુંડલાના ગોરખડા ગામમાં વન્ય પ્રાણીઓનો વધી રહેલો આતંક માસુમ બાળકીને ફાડી ખાધી શરીરના ટુકડે ટુકડા મળી આવ્યા

0 29

વનવિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન સિંહએ હુમલો કર્યો હોવાનું તારણ
અમરેલી જિલ્લામાં ગિરના આજુબાજુના ગામમાં સિંહ અને દિપડા મોટા પ્રમાણમાં વસવાટ કરે છે સામાન્ય રીતે જોઈએ તો માણસ પર દીપડાનાહુમલાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ સિંહના હુમલાની ઘટના ભાગ્યે જ સાંભળવા મળે છે સાવરકુંડલાના ગોરડકા ગામમાં ગત રાત્રિએ એક જંગલી પ્રાણીએ બાળકીને ફાળી ખાવા ની ઘટના પ્રકાશમાં આવી છે વનવિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન આ હુમલો સિંહે કર્યો હોવાનું તારણ બહાર આવ્યું છે વનવિભાગ દ્વારા પાંજરા મૂકી માનવભક્ષી જનાવરને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે
સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામમાં સાદુળભાઈ ચાંદુની વાડીમાં ખેત મજૂર પરિવારના સભ્યો પોતાના કામથી થાકીને ઘેર નિદ્રામાં ઊંઘી રહ્યા હતા ત્યારે પરિવારની સાથે 7 વર્ષ ની બાળકી પણ ઊંઘી રહી હતી પરિવારજનો સવારે પરોઢિયે ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હતી અને પછી શોધખોળ કરતાં આજુબાજુના વાડી વિસ્તારમાંથી બાળકીની ફાડી ખાધેલા લાશ જોવામાંમળી આવી હતી બાળકીને રાની પશુ ઉઠાવી ગયા બાદ પણ પરિવાર અજાણ્ રહ્યો હતો માસુમ બાળકી પરિવારજનો સાથે જ સુતી હતી પરંતુ જંગલી પ્રાણી બાળકીને ઢસડીને લઈ ગયું હોવા છતાં પરિવારજનો એકદમ અજાણ રહ્યા હતા. હાલ વનવિભાગ દ્વારા માનવભક્ષી જંગલી પ્રાણી ને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.