થરાદ તાલુકામાં વન રક્ષક મલાભાઇ દેસાઈને સારી કામગીરી કરવા બદલ બનાસકાંઠા જિલ્લા સેત્રે સન્માનિત કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા..૨,૧૦,૨૦૨૧થી ૮,૧૦,૨૦૨૧ સુધી ચાલી હતી જેમાં થરાદ તાલુકાના અલગ અલગ ગામોમાં વન્યપ્રાણી રક્ષણની માહિતી પુરી પાડવામાં આવી હતી અને સમાપ્ત પ્રસંગે જિલ્લા માંથી પધારેલ તમામ અધિકારીઓ શ્રી ઓ તેમજ પાલનપુર અને પાટણ કોલેજના પ્રોફેસરો અને વન્યજીવન ને લગતી કામગીરી કરતા ટ્રસ્ટી ગણ ની હાજરીમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો સમાપત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી થરાદ તાલુકાના સામાજિક વનીકરણ રેન્જ થરાદ ના મલાભાઇ દેસાઇ વન રક્ષક થરાદ ને DCF શ્રી દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કામગીરી મા મલાભાઈ એ નીલગાય વાંદરા મોર જેવા અનેક જીવો ને રેસ્ક્યુ કરીને અબોલ પ્રાણી બચાવ્યા છે અને ત્યારે વાઈલ્ડ લાઈફની સારી કામગીરી બદલ ડી, એફ, ઓ શ્રી પાલનપુર દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લાનું તેમજ થરાદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે જીવો અને જીવવા દો એ સૂત્ર સાર્થક કર્યું