દૈયપ ના જૈન રત્ન ભામાશા શ્રી શાતિલાલ સી શેઠ ના પરોપકારી પરિવાર ની સેવાની સુવાસ ચોમેર પ્રસરી રહી છે
આ દુનિયા દાતાર ભકત અને શુરવીર ને કયારેય વિસરતી નથીં એટલે તો કહેવાયું છે ને કે જનની જણે તો ભકત જણ કાં દાતાર કે શુર નહીતર રહેજે વાઝણી તું મત ગુમાવીશ નુર…
આવુજ એક વિરલ વ્યક્તિત્વ એટલે શાંતિલાલ શેઠ કે જેમનો પરોપકારી પરિવાર અનેક દુખીયાઓ નો બેલી મનાય છે હાલ ધંધાર્થે મુંબઈ રહેતો આ જૈન રત્ન પરિવાર માદરે વતન દૈયપ સાથે ખુબ મમતા ધરાવે છે તેમનુ સેવા નું યોગદાન ફક્ત જૈન સમાજ પુરતુ જ સિમિત નથીં જયાં પણ જરૂરીયાત જણાય ત્યાં આ પરિવાર મદદે પહોંચી જાય છે સેવાની અહલેક જગાવનાર આ પરિવારે અવાર નવાર ગામ નગરી જમાડી ધન્યતા અનુભવી છે એકલો પૈસો ભેગો કરવાથી સિંકદર નથી બનતું એને વાપરવા મુકદર પણ જોઈએ એમ અનેક ગરીબ નિરાધાર જરુરીયાત મંદ પરિવારો સુધી આ પરિવાર ની રોકડ મદદ પહોંચી રહી છે.
મુબઇ બેઠા બેઠા પોતાના સમાજ ની ચિંતા કરનાર આ શેઠ પરિવારે અનેક જૈન બંધુ ઓ ને પણ પગભર કરવા વિવિઘ શહેરો માં પોતાના સ્વ ખર્ચે મકાનો બનાવી અર્પણ કર્યા છે આ ઉપરાંત જૈન સમાજ ના સમુહ લગ્નો હોય કે બીજા કોઈ ધાર્મિક પ્રસંગો તો પણ આ પરિવાર હમેશા મોખરે જ હોય છે
_એટલે કહેવાનુ પણ મન થાય કે જગ આખા ની જાત માં નાત વધારેલ નામ શાબાશ શાંતિલાલ તમે દૈયપ ગુજવ્યુ દેશમાં.