કલેક્ટર કચેરી ,જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,પાલનપુર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણ ના સંયુક્ત ઉપક્રમે તથા જીવદયા ફાઉન્ડેશન ના સહયોગ આદિવાસી વિસ્તાર બાલારામ વિસ્તાર લોકોને વિના મૂલ્યે માસ્ક વિતરણ કરાયા હતા હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે આવી ઉતમ પ્રવુતિ કરવી ખૂબ જ જરૂરી છે આ સંપૂર્ણ કામગીરી નું માર્ગદર્શન માન.કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યમાં રિલાયન્સ ફાઉન્ડેશન ના મુકેશભાઈ દેસાઈ ,જિલ્લા ડિઝાસ્ટર ઓફિસર સંજયકુમાર ચૌહાણ, જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસ ખત્રી, GSDMA ના હિતેશભાઈ બારોટ અને હિતેશભાઈ મેવાડા, કાર્તિક ખત્રી જયાબેન ખત્રી સહયોગ થી કાર્યક્રમ સફળ બન્યો હતો