બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રૂ. 38 લાખના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા

આજ રોજ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રૂ. 38 લાખના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તથા સાથે સાથે પ્રાથમિક શાળા ખાતે મૃતકના પરિવારજનોને સહાય અર્પણ, આચાર્યશ્રીનો વિદાય સમારંભ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ જેવા વિભિન્ન કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
આ તકે સહકાર શિરોમણી અને NCUI ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, અમરડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, જિલ્લા મંત્રી શ્રી મનોજભાઈ મહિડા, શહેર પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડીયા, જી.પં. સભ્ય શ્રી ધીરુભાઈ માયાણી, જી.ખ.વે.સંઘ ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરીયા અને શ્રી રમેશભાઈ સતાસીયા સહિતના પદાધિકારીશ્રીઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
