Publisher Theme
I’m a gamer, always have been.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૦૦ દિવસ ઝુંબેશ અંતર્ગત ચાલતા વિકાસકાર્યોની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી

0 13

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૦૦ દિવસ ઝુંબેશ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ કરવાના થતા કામો વ્યક્તિગત અને સામુહિક સોકપીટ, વ્યક્તિગત શૌચાલય અને શૌચાલયના સમારકામ વિગેરે કામગીરી પુર જોશમાં ચાલી રહી છે આ ઉ૫રાંત ગ્રામ્ય કક્ષાએ સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત કરવા, સામુહિક સ્થળોની સફાઇ, પ્રવાહી કચરા વ્યવસ્થા૫ન, ઘન કચરા વ્યવસ્થા૫ન અને પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય જેવી કામગીરી હાલ કાર્યરત છે. ત્યારે જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ ૫ણ આ કામોનું સઘન મોનીટરીંગ કરી રહયા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ દ્વારા લાઠી તાલુકાના ગામોમાં ચાલુ કામોની વ્યક્તિગત અને સામુહિક સોકપીટ, વ્યકિતગત શૌચાલય અને શૌચાલયના સમારકામ વિગેરે સ્થળ મુલાકાત કરી ૧૦૦ દિવસમાં કામગીરી પુર્ણ કરવા તાલુકા કક્ષાના કર્મચારીઓને ભારપુર્વક જણાવેલ. તેમજ કલીન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સ્વચ્છતાલક્ષી આઇ.ઇ.સી. પ્રવૃતિ કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરી જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય લોકો સ્વચ્છતાથી પ્રેરિત થાય તેવી કામગીરી કરવા જણાવ્યું હતું.

મૌલીક દોશી અમરેલી

Leave A Reply

Your email address will not be published.