Publisher Theme
I’m a gamer, always have been.

રાજુલા થી સાવરકુંડલા રોડ જુની માંડરડી થી ધારેશ્વર ગામ તરફ જતા માર્ગની બંને બાજુની સાઈડો પુરવા,જંગલ કટીંગ કરવા રજુઆત કરતા રમેશભાઈ વસોયા

0 10

રાજુલા થી સાવરકુંડલા રોડ જુની માંડરડી થી ધારેશ્વર ગામ તરફ જતા માર્ગની બંને બાજુની સાઈડો પુરવા,
જંગલ કટીંગ કરવા તેમજ રાજુલા થી જુની માંડરડી ગામ સુધી મંજૂર થયેલ નોન પ્લાન રોડ નું નિયમ પ્રમાણે કામ શરૂ કરવા
પી.ડબલ્યુ.ડી.પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર રાજુલાના રજુઆત કરતા રમેશભાઈ વસોયા.
રાજુલા માર્કેટીંગ યાર્ડ ના ડાયરેકટર અને જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયાએ પી.ડબલ્યુ.ડી.રાજુલાના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ છે
કે રાજુલા થી સાવરકુંડલા રોડથી જુની માંડરડી થી ધારેશ્વર ગામ તરફના માર્ગ પર સારો વરસાદ અને
વાવાઝોડાના કારણે સાઇડો ધોવાઈ ગઈ છે,અને બાવળો અને વૃક્ષોના જુંડથી માર્ગ પરથી મોટા વાહનો પસાર થઈ શકતા નથી,
આ બાબતે સબંધિત તંત્રને ગ્રામજનોએ રજુઆત કરેલ પણ કોઈ નક્કર કામગીરી થઈ નથી.
કિસાનો પોતાના ખેતરેથી ઉત્પાદિત જણસોને રાજુલા માર્કેટીંગ યાર્ડમાં લઈ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે
પરંતુ માર્ગ સાંકડો થઈ જવાથી વાહન પસાર કરવું મુશ્કેલ થાય છે.
તદુપરાંત રાજુલા થી જુની માંડરડી સુધીનો નોન પ્લાન રોડ પૂર્વ ડે.સી.એમ.નિતિનભાઈ પટેલે મંજૂર કરેલ છે
તેને સ્થળ તપાસ કરી દરખાસ્ત કરી પ્લાન એસ્ટી મેન્ટ બનાવી સૂચિત માર્ગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે એવી
માંગ રમેશભાઈ વસોયાએ કરેલ છે

મૌલીક દોશી અમરેલી

Leave A Reply

Your email address will not be published.