લાખણી તાલુકાની મોરાલ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરાયા
૫ મી સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ તરીકે ઓળાવવામાં આવે છે ત્યારે આ દિવસે સરકાર દ્વારા ભારતના ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ માટે દિવસ રાત મહેનત કરતા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.જેમાં વિવિધ મૂલ્યાંકન ના આધારે તાલુકા, જિલ્લા અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ૩ જિલ્લા અને ૨૧ તાલુકા કક્ષાએ એવોર્ડ આપવામાં આવ્યા હતા.જેમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ ઈશ્વરલાલ જોષી(મૂળવતન, ચીભડા તા - દિયોદર) જેઓની પ્રસંશનીય કામગીરી ને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને શિક્ષક દિનના દિવસે પાલનપુર ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂત,રાજ્યસભાના સાંસદસભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા,લોકસભાના સાંસદસભ્ય શ્રી પરબતભાઇ પટેલ,બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતાજી મકવાણા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી નરસિંહભાઇ દેસાઈ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ.નરેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર,જિલ્લા પ્રમુખ ભાજપા ગુમાનસિંહ ચૌહાણ,બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે તેમજ રતુભાઇ ગોળ વગેરે મહાનુભાવોની હાજરીમાં જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તેમની શાળાના શિક્ષકો અને પરિવારજનો હાજર રહ્યાં હતા.