દિયોદર તાલુકાના નવાપુરા ગામ માં અબોલ પશુઓ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ છે
નવાપુરા ગામમાં અબોલ પશુઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે
જેમાં નવાપુરા વિસ્તારમાં રખડતી ગાયો પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ગાયો પર એસિડ એટક પણ કરાયો હતો
ત્યારે અસામાજિક તત્વોએ અબોલ પશુઓ પર આવું પાશ્વી કૃત્ય કર્યું છે જેથી ગાયો પર હુમલાના પગલે આ સામાજિક તત્વો સામે લોકોનો રોષ જોવા મળી રહ્યું છે
અબોલ પશુઓ પર એસિડ અટેક થતાં ગૌપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે અને પોલીસ આવા નરાધમ તેમજ અસામાજિક તત્વો ને વહેલી તકે પકડી અને કાયદેસર કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવાય તેવી માંગ ઉઠવા પામી છે