Publisher Theme
I’m a gamer, always have been.

આજે રોજ લાખણી માં સાંજે 7 વાગે આમ આદમી પાર્ટી ના આગેવાનો દ્વારા સહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે

0 16

લાખણી તાલુકાના આમ આદમી પાર્ટી ના કયક્રતાઓ ના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ માં ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન ચાલી રહ્યુ હતું આંદોલન કરી રહેલા ખેડૂતો પર મંત્રીના પુત્ર એ ખેડૂતો પર ગાડી ચડાવી 4 ખેડૂતો ને કચડી કાઢ્યા હતા મોતને ઘાટ ઉતારી દીધા અને 10 થી 15 ખેડૂતોને ઘાયલ કર્યા આવા નબીરા ઓને સખતમાં સખત સજા થાય અને ખેડૂતોને ન્યાય મળે તેવી લાખણી તાલુકાની આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા માગ કરી હતી
લાખણી માર્કેટયાર્ડ થી બજાર સુધી શાંતિપૂર્વક રેલી કાઢવામાં આવી હતી હાથમાં મીણબત્તી લઇ શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી લખીમપુર ના શહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી અને ન્યાય આપો, દોશીઓ ની સજા આપો તેવી માંગ કરી હતી યાત્રામાં ઉપસ્થિત ભેમાભાઈ ચૌધરી આમાં આદમી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, લાખણી તાલુકાના પ્રમુખ ગણેશભાઈ ચૌધરી, ઉપ-પ્રમુખ ભવાનભાઈ ,ભરતભાઈ બારો, મહામંત્રી વેલાભાઇ દેસાઈ, યુવા પ્રમુખ સેધાભાઈ રબારી અને આપના કાર્યકર્તાઓ અને તાલુકાના ખેડૂત અને યુવાઓ હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.