Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રીઓ દ્વારા માસ સી. એલ ધરણા પ્રદર્શન.

0 35

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા કમ મંત્રી મંડળ દ્વારા તારીખ 01/10/2021 ના રોજ તલાટી કમ મંત્રી કેડરના 12 જેટલા પડતર પ્રશ્નો ને લઈને આજ રોજ પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે માસ સી.એલ ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યારે
પાલનપુર તાલુકાના છેવાડાના ગામડાઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહી તેમની ૧૨ જેટલી પડતર માંગણીઓને લઇને પાલનપુર તાલુકા પંચાયત ખાતે માસ સી.એલ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં સરકાર ની ગાઈડલાઈન નું ફરજિયાત માસ્ક તેમજ સામાજિક અંતર રાખી ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સરકાર સામે 12 જેટલા મુદ્દા રજુ કરી અને આ 12 મુદ્દાઓનું સંપૂર્ણપણે અમલીકરણ થાય તેવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.. ત્યારે તલાટી કમ મંત્રી એસોસિયેશન પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આવનાર સમયમાં આ 12 માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી

Leave A Reply

Your email address will not be published.