બનાસકાંઠા અમીરગઢ નેશનલ હાઈવે પર એક ખાનગી બસ અચાનક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસમાં સવાર 10થી વધુ લોકોને ઇજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક ખાનગી બસ રાજેસ્થાન પાલનપુર તરફથી જઈ રહી હતી. અમીરગઢ હાઇવે હાઇવે નજીક અચાનક બસ પલ્ટી મારતા 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે બસમાં સવાર 30થી વધુ લોકોને આબાદ બચાવ થયો હતો.
અમીરગઢ હાઇવે પર ખાનગી બસ પલ્ટી મારતા બસ રોડની સાડમાં ખાડામાં ખાબકી હતી. આજુબાજુ લોકો તેમન વાહન ચાલકોએ રાહતની કામગીરી શરૂ કરી હતી. બનાવના પગલે એલ.એંન્ડ. ટી વિભગના કર્મચારીઓ તેમજ એબ્યુલન્સ, અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજા ગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.