હિંમતનગર એસટી વિભાગીય યંત્રાલય ના કર્મીઓએ પડતર પ્રશ્નોને અંગે સુત્રોચ્ચાર કર્યા કર્મચારીઓની માસ સી.એલ પર જવાની ચીમકી આપી
ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ સંચાલિત તમામ ડેપોમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કોઈ નિકાલ ન આવતા માન્ય સંગઠનો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે . ત્યારે મંગળવારે હિંમતનગર એસટી વિભાગીય યંત્રાલય આગળ કર્મચારીઓએ સૂત્રોચાર નો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પડતર માગણીઓ સત્વરે પૂર્ણ કરવાની માગ કરાઈ હતી આ અંગે વર્ક ફેડરેશન એસટી કર્મચારી મહામંડળ એસટી મજદૂર મહાસંઘ ના અગ્રણીઓ તથા કર્મચારીઓ રિસેસના સમયમાં ગાળા દરમિયાન સૂત્રોચાર કર્યા હતા અને તારીખ 1-10-2021 સુધી આ કાર્યક્રમ યથાવત રાખવાનું નક્કી કરાયું છે ઉપરાંત તારીખ 4 થી 7 ઓક્ટોબર દરમિયાન કર્મચારીઓ પોતાની ૨૦થી વધુ પડતર માગણીઓ રિસેસના સમયે ઘંટ નાદ કરશે…