ભારત સરકારના ક્ષેત્રીય લોકસંપર્ક
કાર્યાલય ગોધરા દ્વારા આયોજન થયુ.
ભારત સરકારના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય, ગોધરા દ્વારા તાજેતરમાં પોષણ માસ અંતર્ગત ગોધરા તાલુકાના કાંકણપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જન જાગૃતા કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજીસ્ટાર ડૉ.અનિલ સોલંકીએ સ્થાન શોભાવ્યું હતું. પોષણ માસ કાર્યક્રમમાં કાંકણપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન એસ એસ યુનિટના વિદ્યાર્થીઓએ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પોષણ અંગે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. આયોજિત સ્પર્ધાના વિજયી થયેલ વિદ્યાર્થીઓને ક્ષેત્રીય લોક સંપર્ક કાર્યાલય, ગોધરા દ્વારા ઈનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ભારત દેશના નાગરિકોમાં ખાસ કરી માતાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય, કુપોષણ દૂર થાય, તે અંગે જાગૃતિ વધે અને તે માટે પોષણક્ષમ આહાર નિત્ય જીવનમાં લેવા અનુરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ જે.એન.શાસ્ત્રી, મહિલા અને બાળ વિકાસ કાર્યાલય ગોધરાના બાળ વિકાસ કાર્યક્રમ અધિકારી જયશ્રીબેન સોલંકી તેમજ મીતાબેન ભટ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ વિશે સુંદર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે ક્ષેત્રીય લોક સંપર્ક કાર્યાલય ગોધરાના રજીસ્ટર કલાકારો દ્વારા સંગીતના માધ્યમથી લોકજાગૃતા લાવવામાં આવી હતી . કાર્યક્રમને સફળ બનાવવા કાંકણપુર કોલેજના એન એસ એસ અધિકારી શ્રી મહેશ રાઠવા તેમજ એન એસ એસ સમન્વયક ડૉ. નરસિંહ પટેલ દ્વારા સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.