Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર શહેરની નક્ષત્ર હાઇટ હરીપુરાને-21 હજાર, ગોકુલધામ અને શિલ્પ હાઇટ સોસાયટીને રૂ. 5-5 હજાર મળી કુલ 21 હજારનો દંડ

0 56

પાલનપુર શહેરની કન્સ્ટ્રકશન સાઇટ પર ડેન્ગ્યુના પોરાના લીધેજ ડેન્ગ્યુના 1 મહિનામાં 22 કેસો આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો જિલ્લા આરોગ્ય વિભાગની પડતાલમાં થયો છે. પાલિકા અને હેલ્થની જોઈન્ટ ટીમોએ તપાસ કરતા અનેક જગ્યાએ પોરા મળતા પાલનપુરની નક્ષત્ર હાઇટ હરીપુરાને-21 હજાર, ગોકુલધામ અને શિલ્પ હાઇટ સોસાયટીને રૂ. 5-5 હજાર મળી કુલ 21 હજારનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે 15ને નોટિસ પાઠવી દેવાઈ છે.

પાલનપુરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા સંયુકત કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના 10 સભ્યો અને નગરપાલિકાના 2 સભ્યોની 4 ટીમો દ્વારા પાલનપુરની 18 કન્સ્ટ્રકશન સાઇટની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ત્રણ સ્થળોએ પોરા મળી આવતા કુલ રૂ. 31 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરની નક્ષત્ર હાઇટ હરીપુરાને રૂ. 21 હજાર ગોકુલધામ તથા શિલ્પ હાઇટ સોસાયટીને રૂ. 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું હતું કે, આજની પોરાનાશક કામગીરી દરમ્યાન જે વિસ્તારોમાં પોરા જણાઇ આવ્યા હતાં તેમને કુલ રૂપિયા 31 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 32 જેટલી સાઇટોની તપાસણી કરવામાં આવી હતી. જેમાં 18 જેટલી કન્ટ્રક્શન સાઇટ, 3 હોટલ-રેસ્ટોરન્ટ, 7 ટાયર- ભંગાર, 1સરકારી બિલ્ડીંગ અને 3 અન્ય સાઇટની તપાસ કરાઇ હતી. આ દરમ્યાન 357 પાત્રોની તપાસ કરાઇ હતી. જેમાં 151 પાત્રોમાં પોરા મળી આવ્યા હતાં. જેમને દંડ તથા કુલ 15ને નોટિસ આપવામાં આવી છે.

પાલનપુર શહેર અને બીજા અન્ય વિસ્તારોમાં છુટાછવાયા કેસ મળી આવ્યા
ડેંગ્યુના ત્રણ પ્રકાર હોય છે જેમાં સૌથી હળવા પ્રકારના કેસીસ એક માત્ર પાલનપુર શહેર અને બીજા અન્ય વિસ્તારોમાં છુટાછવાયા જોવા મળી રહ્યા છે. સિમ્પલ ડેન્ગ્યુ ,હેમરેજીક ફીવર અને ડેન્ગ્યુ સોફ સિન્ડ્રોમ પૈકી માત્ર સિમ્પલ ડેન્ગ્યુના કેસ પાલનપુરમાં છે. જે સારી બાબત છે. બાકી પ્રકારના ડેંગ્યુમાં મોતની શકયતા છે.” : ડો. નરેશ ગર્ગ રોગચાળા નિયંત્રણ અધિકારી

નવી કીટથી એક દિવસમાં નિદાન
અત્યાર સુધી IGM ટેસ્ટ દ્વારા સાત દિવસના પછી ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ-નેગેટીવ આવતા હતા પરંતુ હવે નવી કીટ NS1થી પહેલા જ દિવસથી ડેંગ્યુનું નિદાન થઈ શકે છે.

Leave A Reply

Your email address will not be published.