ભુજ, મંગળ વાર આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ના નવ નિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની કચ્છના ધારાસભ્યો એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે મુખ્યમંત્રી શ્રી નું સન્માન કરી ખાસ કચ્છ ની મહત્વની નર્મદા કેનાલની રાજ્ય સરકારે જે રૂ.૩૪૭૫ કરોડની મંજૂરી આપેલ હતી તેની ત્વરિત વહીવટી મંજૂરી આપવાની રજુઆત કરી હતી. જેમાં કચ્છ ના ધારાસભ્યો માં પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર,ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી,અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા અને માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્ર સિંહ જાડેજાએ સાથે મળી રજુઆત કરતા મુખ્યમંત્રી શ્રી એ નર્મદા કેનાલ માટે સહર્ષ ખાત્રી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર ની અવિરત ચાલતી વિકાસ ગાથામાં આપણું ગુજરાત વિકાસ ની દિશામાં એક નવી હરણફાળ ભરશે સાથે ત્વરિત નર્મદા કેનાલનું કામ ચાલુ થાય અને મા નર્મદા ના નીર માંડવી તાલુકા ના મોડકુંબા સુધી પહોંચશે એવી ખાત્રી આપી હતી.