આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ માસ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હાથિદરા ગામે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલનપુર તાલુકાના પાલનપુર ઘટક 2 માં ધાણધા સેજાના હાથીદરા ગામે સી.ડી.પી.ઓ કણઝારિયા રક્ષાબેન ના માર્ગદર્શન હેઠળ ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ધાણધા સેજાના ના તમામ કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને 500 ગ્રામ ગોળ,સીંગદાણા, ચણા,ખજૂર અને ઘી જેવી 50 જેટલી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું .જેના દાતા મહેતા જીજ્ઞાબેન,મુખ્ય સેવિકા નગરિયા ગીતાબેન,આઈ.સી.ડી.એસ. કોર્ડીનેટર ચેતનાબેન, કાર્યકર પારૂબેન નગરિયા,ડાભી ગજુસિહ તેમજ ગામના આગેવાન દ્વારા સગર્ભા ,ધાત્રી,તેમજ કુપોષિત બાળકોને ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે દૂધ મંડળીના મંત્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર માં પાણી ની ટાંકી, વિસાતર અમરતભાઈ દ્વારા 2000 રૂપિયા ડિશ માટે,ડાભી અમરસિંહ દ્વારા 2500 રૂપિયા બાળકોને ખુરશીઓ માટે,વિસાતર ભગાભાઈ દ્વારા 2100 રૂપિયા,ડાભી ગણપતસિંહ દ્વારા 2100 રૂપિયા,નીતિનભાઈ આચાર્ય તરફથી 1 ટેબલ,સોની ભગવાનભાઈ તરફથી 1 મોટું ટેબલ, તેમજ પોલરા રોશનબેન, નર્સબહેન તરફથી સિલીંગ ફેન નું દાન આપવામાં આવ્યું હતું..
આ કાર્યક્રમમાં icds ઘટક 2 ના સ્ટાફગણ, ધાણધા પ્રા.શાળાના સ્ટાફગણ, દૂધ મંડળીના મંત્રી,ચેરમેન, આંગણવાડી ના લાભાર્થીઓ,તેમજ કાર્યકર – તેડાગર બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સી.ડી.પી.ઓ. રક્ષાબેન દ્વારા પોષણ નું મહત્વ ન્યુટ્રીશન મૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ નું સફળ સંચાલન સેજા સુપરવાઈઝર ગીતાબેન નગરિયા દ્વારા કરવામાં આવ્યું હતું ..