વરસાદમાં ના આવ તું.
ને આપ નહિ અવકાશ તું.
મળજે મને તારા મતે,
અભિપ્રાય ના બાંધ તું.
ડૂમો કચડવો હોય તો,
ભીતર રુદન છલકાવ તું.
મનમાં પડે જો ગાંઠ તો,
થઇ જા પહેલા શાંત તું.
Related Posts
ઝાકળનાં ઘરની વાતને,
અજવાસમાં ના લાવ તું.
પડદાની પાછળ જે હતા,
જાહેરમાં બિરદાવ તું.
કરજે નશો જે પરવડે,
પણ જાત ના તડપાવ તું.
,નીમુ’રા