Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું પ્રકૃતિ સંરક્ષક સન્માન 2021.

0 69

પ્રકૃતિને સમર્પિત થઈ પર્યાવરણનું જતન કરનાર ધાનેરા તાલુકાના કર્મવીરનું સન્માન એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામે કરવામાં આવ્યું.

ધાનેરા તાલુકાની વિવિધ સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમી લોકો દ્વારા વૃક્ષ ઉછેરના આયોજન સાથે દેશી કુળના વૃક્ષોના વાવેતર, પીપળ વનના નિર્માણ, મિયાવાકી પધ્ધતિથી બનાવેલ ઘનિષ્ઠ ફોરેસ્ટમાં નોંધનીય કામગીરી કરવામાં આવી છે એ માટે સંસ્થા દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રીમાન આનંદ પટેલ (IAS) કલેક્ટર શ્રી બનાસકાંઠા એ દરેક પર્યાવરણ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને જણાવ્યું કે સાચો યુવાન એ છે જે પોતાના ગામને હરિયાળું બનાવે અને સ્વચ્છ રાખે અને ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ વન પંડિત એવોર્ડ વિજેતા અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય અને આર્યાવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર એ જણાવ્યું કે સંસ્થાઓ, સરકાર અને ગામલોકોના સાથ અને સહકારથી દરેક ગામમાં ઓક્સિજન પાર્ક- પીપળ વનના નિર્માણ થાય. આ કાર્યક્રમમાં શ્રી જોરભાઈ પાટીદાર (નિવૃત એરફોર્સ) અને ગૌતમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા અને કુલ 21 પ્રકૃતિ પ્રેમી લોકો અને 6 સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.