છેલ્લા પાંચ દિવસમાં ઉપરવાસમાં વરેસેલા વરસાદને પગલે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આવેલ દાંતીવાડા ડેમમાં ૨૪.૩૮ મિલિયન ક્યુબીક મીટર અને ધરોઈ ડેમમાં ૨૦.૯ મિલિયન ક્યુબીક મીટર જેટલું નવું પાણી ઉમેરાયું છે જીકે૫ હજુ પણ ધરોઈ ડેમ ૫૭.૨૬ ટકા અને ૮૫.૫૫ ટકા ખાલી છે અને સિપુ અને મુક્તેશ્વર ડેમમાં કોઈ આવક નોંધાઇ નથી.
વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં આવેલા મુક્તેશ્વર, સિપુ, દાંતીવાડા અને ધરોઈ ડેમ માંથી માત્ર દાંતીવાડા અને ધરોઈ ડેમમાં નવાનીરની આવક નોંધાઇ છે. ઉપરવાસમાં વરસાદને પગલે છેલ્લા પાંચ દિવસમાં દાંતીવાડા ડેમમાં ૨૪.૩૮ એમ.સી.એમ જેટલું અને ધરોઈ ડેમમાં ૨૦.૯૦ એમ.સી.એમ. જેટલો પાણીનો જથ્થો વધ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં દાંતીવાડા ડેમ ૮.૩૭ ફૂટ જળસપાટીમાં વધારા હજુ માત્ર ૧૪.૪૫ ટકા અને ધરોઈ ડેમ ૧.૧૧ ફૂટ જળસપાટીમાં વધારો થતાં ૪૨.૭૪ ટકા ભરાયો છે.