Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામે તળાવમાં ડૂબતા યુવકનું મોત નિપજ્યુ

0 86

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ એન્ટ્રી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે ગ્રામિણ વિસ્તારમાં તળાવો ઓવરફ્લો થવા પામ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં આજે ડીસા તાલુકાના બાઈવાડા ગામે વરસાદી પાણી થી ભરાયેલ તળાવ જોવા જતાં એક યુવકનો તળાવ ના કાંઠે થી પગ લપસી જતાં તળાવમાં યુવક પડી જતો ડૂબી ગયો હતો અને મોત નિપજ્યું હતું જેની જાણ ગામ માં થતા ઘટનાનાં પગલે ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટીસંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતક રમેશ ઠાકોરની લાશ ને બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે બાઈવાડા ગામનાં સરપંચ કરસનભાઈ દેસાઈ દ્વારા ભારે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું યુવકનાં મોતનાં પગલે તાલુકા વિકાસ અધિકારી સહીત તલાટી કમમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.