- રહીશો પાલિકામાં પહોંચી સફાઈ કરાવવા મામલે રજૂઆત કરી
પાલનપુરમાં શહેરના રાજીવ આવાસ યોજનાના રહીશોને આરોગ્ય વિભાગે ગંદકી મુદ્દે નોટિસ પાઠવતા ફફડી ઉઠેલા રહોશો રોષ વ્યકત કરવા પાલનપુર નગર પાલિકા ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. પાલનપુર શહેરમાં આવેલ રાજીવ આવાસ યોજનાના રહીશો આવાસ યોજનામાં ગંદકીથી ખદબદી ઉઠી હોવા છતાં સફાઈ ન કરાતાં નગરપાલિકા ખાતે પહોંચા હતા.
ગંદકી મામલે અવારનવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અધૂરામાં પૂરું આરોગ્ય વિભાગ દ્રારા સ્થાનિકોને નોટિસ ફટકારતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજીવ આવાસ યોજનાના રહીશો પાલિકા ખાતે પહોંચીને ગંદકી દુર કરી સફાઈ કરાવવા મામલે રજુઆત કરી હતી.