રાકેશ પ્રજાપતિ બૌદ્ધિક ભારત પાલનપુર
તારીખ ૨૦-૭ ૨૦૨૪ને શનિવાર ના દિવસે શ્રી સી.બી . ગાંધી નુતન હાઈસ્કૂલ માં ગુરૂ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.ગુરૂ બ્રહ્મા , ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મમા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ ને યાદ કરવાના શ્લોક સાથે કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી.અષાઢી પૂનમ નો દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે દર વર્ષે ઊજવવામાં આવે છે.11 સાયન્સ ની વિધાર્થિની મેમણ સેવાના એ કુષ્ણ સ્તુતિ ગાઈને ” કૂષ્ણમ વંદે જગત ગુરુ” ભગવત ગીતા નો સાર સમજાવ્યો હતો.ભગવાન કૂષ્ણ જગત ના ગુરુ છે.એવુ સમજાવ્યું હતું.શેખ અફસરા, મકવાણા નેન્સી, પુરોહિત પાયલ અને ઠાકોર ઉર્વશી એ શાળાના તમામ ગુરુઓને કુમકુમ તિલક કરી ગુલાબ નું ફૂલ ગુરુઓને અર્પણ કર્યું હતું.ધોરણ 9 અ ની વિધાર્થિની પટેલ જ્હાનવી એ ગુરુ નો મહિમા સમજાવતું “ગુરુ મેં સંસાર સમાયા” ગીત ગાયું હતું.આ દેશ કૂષ્ણ ની સાથે રામ નો પણ છે તો ભગવાન રામ ની યાદ માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મકવાણા રોનકે ” રામ સ્તુતિ”નું ગીત ગાયું હતું.ધોરણ10 બ ના વિધાર્થી મોઢ સોરભે ગુરુ પૂર્ણિમા નું વક્તવ્ય આપ્યું હતું.પંચાલ આયુષીએ ” ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારો વેદ સમજાવ્યું હતું.12 સામાન્ય પ્રવાહની વિધાર્થીની પ્રજાપતિ નીલમબેને “હે સદગુરુ તમે મારા તારણહાર”ગીત ગાઈ સમગ્ર શાળા નું વાતાવરણ પ્રફુલ્લીત કરી દીધું હતું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ધોરણ 12 સાયન્સની વિધાર્થીની શ્રીમાળી સૃષ્ટિ અને પઠાણ રેહાને કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા ના આચાર્ય શ્રી વિનોદભાઈ એમ.બારોટના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.
