આબુરોડ પર બનાસ નદીમાં મગર હોવાનો વીડિયો વાઈરલ
બનાસકાંઠામાં સમગ્ર ચોમાસા દરમિયાન નહીંવત વરસાદ રહ્યો છે. પરંતુ, છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતા બનાસ નદીમાં પાણીની આવક થઈ છે. ત્યારે આબુરોડ પર અમરાપુરી સ્મશાન ઘાટ પાસે બનાસ નદીમાં મગર હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.