ધાનેરા પોલીસે નેનાવા ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું, 18.35 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ
પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી એક કન્ટેનરમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. નેનાવા ચેક પોસ્ટ પર પોલીસને રૂટિંગ ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે રાજસ્થાન તરફથી આવતા કન્ટેનગરને અટકાવીને તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકામાં આવેલી નેનાવા ચેક પોસ્ટ પર ધાનેરા પોલીસ રૂટિંગ ચેકીંગ કરી રહી હતી. જેમાં ધાનેરા પોલીસ સ્ટાફને મળેલી બાતમી હકીકત આધારે રાજસ્થાન તરફથી આવતા કન્ટેનર નં.(Mh 04 GR 2877) શંકાસ્પદ લગતા તેને રોકાવી તપાસ કરી હતી, જે કન્ટેનરમાંથી 196 જેટલી પેટીઓ દારૂની તેમજ 498 દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ફૂલ 18 લાખ 35 હજાર 660નો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરત હરેશ કુમાર જાટ (રહે, ચીપાડી નાડી નેહરો કી ઢાની બાલોતરા રાજસ્થાન) તેમજ પીરા રામ જાટ (રહે, ચીપાડી નાડી નેહરો કી ઢાની બાલોતરા રાજસ્થાન)ની ધરપકડ કરી બંને વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.