પાટણ પંથકના વતની અને આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાની છાતી પર ૩૧૮ વખત બુલેટ દોડાવી આર્મી જવાનોને અચરજ પમાડી
અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના સરીયદ ગામના વતની અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશને ગૌરવ અપાવનાર લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશીએ વધુ એક વખત હૈરત અંગેજ કરતબ દર્શાવી લશ્કરી સૈન્ય ના નવ નિયુક્ત વડા સહિત આર્મી અધિકારીઓ અને આર્મી જવાનોના મન જીતી પાટણ પંથકના આર્મી ના લોખંડી પુરુષ તરીકે ગૌરવ અપાવ્યું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની આઈસમેન અને આયૅન મેન તરીકે વર્લ્ડ રેકોર્ડ નો ખિતાબ મેળવનાર અને હાલમાં લેફ્ટનન્ટ કર્નલ અને ગયા ખાતે શારીરિક પ્રશિક્ષણ અકાદમીના અધિકારી તરીકે ની ફરજ બજાવતા નિતીન જોશી કે જે એક સાહસિક અધિકારી તરીકે ની છાપ ધરાવે છે.
તેઓએ તાજેતરમાં ઓફિસર ટ્રેનિંગ એકેડેમી ગયા બિહાર ખાતે આયોજિત દીક્ષાત સમારોહ પ્રસંગે મલ્ટીપલ ડિસ્પ્લે એક્ટિવિટી માં પોતાની છાતી ઉપર બુલેટ સાથે ૧૦ આર્મી જવાનોને ઉભા રાખીને તેમજ પોતાની છાતી ઉપરથી ૩૧૮ વખત બુલેટ પસાર કરાવી બુલેટ ટેબ્લો નું પ્રદશૅન કરતાં ઉપસ્થિત ભારતીય લશ્કરી સૈન્ય ના નવનિયુક્ત વડા ઉપેન્દ્ર ત્રિવેદી સહિત આર્મીના અધિકારીઓ અને આર્મી જવાનોને આવાક બનાવ્યા હતા. કનૅલ નિતીન જોષી ની સાહસિકતાને લશ્કરી સૈન્ય ના નવનિયુક્ત વડા ઉપેન્દ્ર ત્રિવેદી સહિત ના અધિકારીઓએ અને આર્મી જવાનોએ બિરદાવી તેઓની સાહસિકતાની મુકત મને સરાહના કરી હતી. સરીયર ગામના વતની અને લેફ્ટનન્ટ કનૅલ તરીકે ની ફરજ બજાવતા નીતિન જોશીની સાહસિકતા ને લઇ સમગ્ર દેશ અને દુનિયામાં તેઓએ પાટણ પંથકનું આર્મી ના લોખંડી પુરુષ તરીકે નામ રોશન કર્યું છે. હાલમાં નિતિન જોષી પોતાના માદરે વતન પાટણ પંથકમાં આવેલ છે અને વહેંલી સવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે શારીરિક તંદુરસ્તી માટે કસરત અને દોડ માટે આવતા પંથકના યુવાનો પોતાની સાહસિકતા સાથે માર્ગદર્શન પણ પૂરું પાડી રહ્યા છે તેઓ પોતાના પંથક ના યુવાનોને પણ આર્મીમાં જોડાઈને દેશ સેવાની સાથે સાથે રાષ્ટ્ર સેવાની ભાવના ને ઉજાગર કરવા અપીલ કરી રહ્યા છે.
વેલડન લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી વેલ ડન…