Publisher Theme
I’m a gamer, always have been.

સાંતલપુર ના ઈન્ટિરિયર માગૅ પર થી પસાર થતાં ટ્રેલર ને ઈલેક્ટ્રિકટ તાર અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી

0 11

અલ્પેશ શ્રીમાળી પાટણ

સમય સૂચકતા વાપરી ચાલકે ટ્રેલરને રોડ સાઈડ પાકૅ કરી દેતા જાનહાની ટળી.

પાટણ જિલ્લા ના તાલુકા મથક સાંતલપુર ના ઇન્ટિરિયર માગૅ પરથી શુક્રવારે પસાર થઇ રહેલ હેવી ટ્રેલર માર્ગ પરથી પસાર થતાં ઈલેક્ટ્રીક વાયરને અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ટ્રેલરમાં લાગેલી આગની જાણ ચાલકને થતાં તેઓએ સમય સુચકતા સાથે તાત્કાલિક ટ્રેલરને રોડ સાઈડની ખુલ્લી જગ્યાએ ઉભુ કરી તેણે ટ્રેલર માંથી કૂદકો મારી દેતા તેનો આબાદ બચાવ થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. માગૅ પરથી પસાર થતાં ઇલેક્ટ્રોનિક વાયરો ના કારણે આ વિસ્તારમાં અવારનવાર આવી ધટનાઓ સજૉતી હોવાના બનાવો પ્રકાશ મા આવતાં હોવા છતાં વીજ તંત્ર દ્વારા આવા ઈલેક્ટ્રિકટ વાયરોને સુરક્ષિત નહિ બનાવાતાં કયારેક કોઈ મોટી જાનહાની સજૉઈ તેવી સંભાવના લોકોમાં પ્રબળ બનવા પામી છે.

Leave A Reply

Your email address will not be published.