Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી ની ધન્ય ધરા પર બિરાજમાન માં હિંગળાજ માતાજીના 13 માં પાટોત્સવ ની ઉજવણી કરાશે.

0 31

કરન સિહ રાજપૂત

બનાસકાંઠા જિલ્લાના લાખણી મુકામે બિરાજમાન સાક્ષાત દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી કાળા કળયુગ ની સાક્ષાત જીવતી જાગતી જ્યોત માં ધોરા અને સેરા વાળી માં હિંગળાજ બિરાજમાન છે. માતાજીના આ 13 માં પાટોત્સવ નિમિત્તે લાખણી બજાર સંપૂર્ણપણે બંધ રાખી વ્યાપારીઓ, ગ્રામ વાસીઓ તથા શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં દર્શનાર્થે ઉમટસે. માતાજીના પાટોત્સવ પ્રસંગ નિમિત્તે હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી, સેવાભાવી લોકો પ્રસાદ અને દર્શનનો લાભ લેશે. લાખણી અને આજુબાજુના પંથકમાં જનતા માટે આસ્થાનું કેન્દ્ર બનેલા હિંગળાજ માતાજીના ધામમાં પ્રતિષ્ઠા દિવસે એટલે કે તિથિ નિમિત્તે યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવશે જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓ લહેસે. અને લાખણી તેમજ આજુબાજુના ગામેથી ધંધાર્થે આવતા તમામ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીના પ્રસંગમાં હાજર રહેશે. માતાજીના આ રૂડા પ્રસંગને લઈને સેવાભાવી યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાન બાપૂ થાનુંસિંહ વાઘેલા અને મૂળરાજસિંહ વાઘેલા તથા ગણપતસિંહ નું કહેવું છે હિંગળાજ માં ના આ પ્રસંગ થી અમારા માટે બીજો કોઈ પ્રસંગ નથી અને અમારા માટે તન, મન અને ધન આ અમારી માવડી છે હિંગળાજ માં ના ખોળા માં અમે ખિલખિલાટ કરી રહ્યા છીએ. અને આ રૂડા પ્રસંગ નિમિતે ગામ ના યુવાનો તથા ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવશે લાખણી પંથકમાં આ રૂડા અવસર નિમિતે ભક્તિ અને ખુશી ની લાગણી છવાઈ છે.

Leave A Reply

Your email address will not be published.