દિનેશ પટેલ અરવલ્લી
36 ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સરકારી/સહકારી /પ્રાઇવેટ કચેરીઓમાં ઉચ્ચ હોદ્દા પર અને અન્ય હોદ્દાઓ પર નોકરી કરતા યુવાનોનો અભિવાદન તેમજ અભ્યાસ કરતા યુવાનોને માર્ગદર્શન કાર્યક્રમ વસાની રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ ,દહેગામ – બાયડ રોડ ખાતે યોજાયો જેમાં ભારતના સૌથી યુવા આઈ.પી.એસ અધિકારી સફિન હસન સાહેબશ્રીને “36 ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન” દ્વારા આમંત્રણ અપાયેલ. આમંત્રણનો સ્વીકાર કરીને તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી

યુવાનોને પોતાની કારકિર્દી બનાવવા માટે સાહેબશ્રી એ પોતાના જીવન દરમિયાન જે પણ કંઈ તકલીફો વેઠી અને અનુભવો કર્યા તે વિશે જણાવીને ખૂબ સારું અને સુંદર એવું માર્ગદર્શન પૂરું પાડ્યું.તેમજ સમાજના યુવાનોમાંથી ક્લાસ 1 અધિકારીઓનું તેઓશ્રીના હસ્તે શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું અને અન્ય સરકારી/સહકારી/પ્રાઇવેટ કુલ મળીને 176 જેટલા જોબ કરતા યુવાનોનું પણ સમાજના હોદ્દેદારો, ક્રિકેટના ખેલાડીઓ તેમજ અભિવાદન કાર્યક્રમમાં દાન આપનાર દાતાશ્રીઓ તેમજ સમાજના વડીલો અને યુવાનો દ્વારા શીલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજના પ્રમુખશ્રી અમરતભાઈ પટેલ, મહામંત્રી કાંતિભાઈ પટેલ તેમજ સમાજવાડી બાંધકામના પ્રમુખ નારણભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો, કારોબારીના સભ્યશ્રીઓ, સમાજના આગેવાનો, વડીલો, બહેનો, વિદ્યાર્થીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું સફળ સંચાલન 36 ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો તેમજ ઉપસ્થિત તમામ ભોજન લઈને ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ (ભૂડાસણ ગામ અને શિયાવાડા ગામ વચ્ચે) જોઈ છૂટા પડ્યા. સમગ્ર કાર્યક્રમનો ખર્ચ યુવા સંગઠન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની બચતમાંથી તેમજ સમાજના દાતાશ્રીઓ દ્વારા આવેલ દાનમાંથી કરવામાં આવ્યો.