રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા રેલવે સ્ટેશન નજીક આવેલા શિવજીના મંદિર ઉપર ગુરૂવારે માનસિક અસ્થિર શખ્સ ચઢ્યો હતો. જેણે ઘૂંમટોને નુકસાન પહોચાડ્યું હતુ. દરમિયાન સ્થાનિક લોકોએ તેને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો.ધાનેરા રેલવે સ્ટેશન નજીક શિવજીનું મંદિર આવેલું છે. જેના ઉપર ગુરૂવારે માનસિક અસ્થિર શખ્સ ચઢી ગયો હતો. જેણે મંદિરની ધજા અને લાઉડ સ્પીકરનીચે ફેંકી દીધા હતા. તેમજ મુખ્ય મંદિર ઉપર આવેલો ઘૂંમટ તોડી નુકસાન કર્યુ હતુ. લોકોને યેનકેન પ્રકારે અસ્થિર મગજના શખ્સને નીચે ઉતારી વધુ નુકશાન ન કરે તે માટે થાંભલા સાથે સાંકળથી બાંધી દીધો હતો. દરમિયાન પોલીસન ટીમ આવતાં તેમને સોંપી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો